Sunday, 15 August 2021

અભ્યાસક્રમ

 

અભ્યાસક્રમનો શાબ્દિક અર્થ : 

   અભ્યાસક્રમને અંગ્રેજીમાં Curriculum કહેવામાં આવે છે. લેટિન ભાષાના  Currere પરથી ઊતરી આવ્યો છે.

દોડની સ્પર્ધાનો માર્ગ 

વ્યાપક અર્થ :

         શાળામાં કે શાળા  બહાર  પોતાના સર્વાંગી વિકાસ માટે વિધાથીઓ પોતાના  રસ ,રુચિ અને યોગ્યતા અનુસાર જે  કંઈ  પણ કરે અને તેના દ્વારા શૈક્ષણિક અનુભવો પ્રાપ્ત કરે છે તેને અભ્યાસક્રમ કહેવાય છે.

વ્યાખ્યા :

ફોબેલ ના મતે 
          "   માનવજાતિના ઉત્તમ અનુભવોનું સ્મારક એટલે અભ્યાસક્રમ ".

રોબર્ટ યુલિચ
      " અભ્યાસક્રમરુપી દોડના માર્ગ પર 
દોડીને શિક્ષક - વિદ્યાર્થી નિશ્ચિત શૈક્ષણિક ઉદ્દેશો સિધ્ધ કરે છે.

Blond's  Encyclopedia  1969  ના મતે
      Curriculum is all the experience a pupol has under the guidance of the school.

ક્રો & ક્રો ના મતે
     અધ્યેતા શાળા  તેમજ શાળા  બહારના અનુભવો તેમજ તેના  માનસિક , શાલિરીક,સાંવેગિક ,સામાજિક, આધ્યાત્મિક અને નૈતિક વિકાસ  માટે  અનુભવમાં આવતા વિષયવસ્તુ તેમજ પાઠયપુસ્તકો અન્ય અધ્યયનની સાધના દ્વારા પ્રાપ્ત થતા અધ્યયન અનુભવોનો પણ સમાવેશ થાય.

અભ્યાસક્રમ ની સંકલ્પના :

1. પરંપરાગત  કે પ્રણાણિકાગત અભ્યાસક્રમ
                  પરંપરાગત  અભ્યાસક્રમ એ માત્ર વિષયોની સૂચિ  એવો અર્થ કરે છેે.

2. આધુનિક  સંકલ્પના આધારિત  અભ્યાસક્રમ
                    આધુનિક  સંકલ્પના પ્રમાણે  શૈક્ષણિક ધ્યેયો પ્રાપ્ત  કરવાંં માાટે  શાાળા  અને શિક્ષકની રાહબારી હેઠળ  જે કંઇ અનુુુુભવો બાળકને વર્ગખંડમાં તેમ જ વર્ગખંડ ની  બહાર આપવામાં આવે છે તેે બધાં નો  સમાવેશ કરવામાં આવે છે.

અભ્યાસક્રમ ના હેતુઓ  :

      અભ્યાસક્રમ ના હેતુઓ પણ સ્પષ્ટ હોવા જોઇએ કારણ કે હેતુઓના સંદર્ભમાં જ અભ્યાસક્રમનું મૂલ્યાંકન શકય બને છે.

1.   ચોકકસ વિષયવસ્તુ ને અનુસરીને રચેલ હોય 
2.     સ્પષ્ટ અને તાર્કિક હોય 
3.     હેતુઓમાં ક્રમિકતા હોય
4.      માનવસજઁન , માનવ વ્યક્તિત્વ ઘડતરનો
5.      વિષયવસ્તુ ને ધ્યાનમાં રાખીને નિર્ધારણ                કરવું 
6.      ધ્યેય સાર્થકતા સિધ્ધ કરે છે.
7.      વિષયો અને જીવનનું સુગ્રથન
8.        લોકશાહી  મૂલ્યોનો વિકાસ 
9.       વિદ્યાર્થીની જરૂરીયાતોનો સંતોષ 
10.      વિદ્યાશાખાઓ વચ્ચે સંવાદિતતા

અભ્યાસક્રમ ના પ્રકારો :

1. વિષયવસ્તુ  અભ્યાસક્રમ
                    અભ્યાસક્રમની પરંપરાગત  
    તરાહ પ્રમાણે  અભ્યાસક્રમ એટલે વિષયોનો જથ્થો .વિધાથીઓની પરિપક્વતાના આધારે વિષયની જટિલતા અને તેના કદને સાદુ બનાવવાનો  પ્રયત્ન  કરવામાં  આવે છે.

ઉદાહરણ :
             હાલમાં  સંસ્કૃત વિષયનું  મહત્વ ઘટયું  છે, એના સ્થાને  બીજા વિષયો  ઉમેરાયા છે. જેમકે ICT

2 . હેતુલક્ષી અભ્યાસક્રમ :
             
               હેતુલક્ષી અભ્યાસક્રમ બી.એસ.બ્લૂમ એ આપેલ હેતુઓના વર્ગીકરણ પર આધારિત છે.એમના મતે શિક્ષણ  એ ત્રિ- ધુવીય પ્રક્રિયા છે.શિક્ષક  અને મૂલ્યાંકન બંને  હેતુ  આધારિત  હોવો જોઈએ. 
            



Wednesday, 11 August 2021

હિલ્ડા ટાબા નું પ્રતિમાન

હિલ્ડા ટાબા પરિચય :

  • હિલ્ડા ટાબા નો જન્મ 7,ડિસેમ્બર 1902 માં દક્ષિણ પૂર્વ એસ્ટોનીયામાં નાના ગામમાં થયો હતો.
  • હિલ્ડા ટાબા જહોન ડયુઈ ના વિધાથી હતા.
  • તેમણે 1962 માં curriculum develpoment therory નામનું પુસ્તક લખ્યું. 
  • તેઓ શિલ્પકાર , અભ્યાસક્રમ સિધ્ધાંત વિશેષજ્ઞ , અભ્યાસક્રમ સુધારક અને અધ્યાપક હતાં .

અભ્યાસક્રમ વિકાસ વિશે હિલ્ડા ટાબાના તત્વજ્ઞાનીય વિચારો :

1. શિક્ષકની ભૂમિકા વિશેષ 
2.આગમન અભિગમ ને મહત્વ 
3. લોકશાહી 

પ્રતિમાનના સોપાનો :

1. અધ્યેતા ની જરૂરિયાતો તથા વ્યાપક સમાજની અસરકારકતા નું  નિદાન 
2. અધ્યયન હેતુઓનું નિર્ધારણ 
3.વિષયવસ્તુ ની પસંદગી 
4. વિષયવસ્તુ સંગઠન 
5. અધ્યયન અનુભવોની પસંદગી 
6. અધ્યયન અનુભવોનું સંગઠન 
7. મૂલ્યાંકનના નિર્ધારકો અને મૂલ્યાંકનની પ્રવિધિ

લાભ :

1. વૈજ્ઞાનિક તકનિકી અભિગમ 
           અભ્યાસક્રમ સંરચકોને પૂરતી સ્પષ્ટતા આપે છે.
2.આ અભિગમ શિક્ષક અભિગમ તરીકે ઓળખાય છે
3. આગમન અભિગમ નો ઉપયોગ કરે છે. 
      - સરળ થી સંકુલ
      - મૂર્ત  થી અમૂર્ત 
4. વિચાર  વિકાસ ને focus કરે છે.
        - બાળકોને તાર્કિક રીતે વિચારતાં શીખવવું 
        - તર્ક  શોધતાં  શીખે
         - બાળકો  વિશ્ર્લેષણ કાઢતાં  શીખે  , સંશ્ર્લેષણ                 કરતાં  શીખે .

મર્યાદા  :

1.  ઉચ્ચ  ગુણવત્તાયુકત શિક્ષક  હોવો જોઈએ. 
        - અદ્યતન  જ્ઞાન  હોય 
        - નવી પધ્ધતિ ઓ વિશે જાણતો હોય
2.વાસ્તવિક  કાર્યક્શેત્રમાં  પૂરતો સમય હોતો નથી
3. જડ પ્રક્રિયા  છે.
      - એક વાર અભ્યાસક્રમ બને  પછી 4 થી 5 વર્ષ          તેને  જ અનુસરવામાં  આવે છે. નવા પરિવર્તનો         આવતાં નથી.

વર્ગખંડમાં  મોડેલ ના ફાયદા :
1. પ્રતિભાશાળી  વિદ્યાર્થી માટે  અસરકારક  નીવડે. 
2.  પ્રશ્નો ને વિશેષ ધ્યાન  આપે  છે.
3. વર્ગખંડમાં  બૌદ્ધિક  વાતાવરણ  સર્જવામાં               મદદરૂપ 
4. મૂલ્યાંકન કરવામાં  સરળ









    

 






Friday, 30 July 2021

માપનપધ્ધતિઓના પ્રકાર

 

માપપધ્ધતિ

      અર્થ :

                  વસ્તુ કે ઘટનાના ઓળખ ,ક્રમ, કે માપ દર્શાવવા અંકોની જે  શ્રેણી વપરાય છે તેને માપપધ્ધતિ કહે છે.

માપપધ્ધતિઓના  પ્રકાર :

1. ઓળખઅંક માપપધ્ધતિ 
2. ક્રમાંક  માપપધ્ધતિ
3.  અંતર અંક માપપધ્ધતિ 
4.  ગુણોત્તર માપપધ્ધતિ 

1. ઓળખઅંક :

  •  જયારે  ઓળખવાના હેતુથી  વ્યક્તિ કે વસ્તુ ને અંકો આપવામાં આવે ત્યારે તે અંકને ઓળખ અંક કહે છે.
  • આ અંકો  દ્વારા વ્યક્તિ કે વસ્તુની ઓળખ થઈ શકે છે.
  •   આવા અંકો ગમે તે રીતે બને તથા ગમે ત્યાંથી શરૂ કરીને આપી શકાય છે. 
  • આ અંકો  પર કોઈ  પણ જાતની બૈજિક કે ગાણિતિક પ્રક્રિયા થઇ શકતી નથી.
  • આ અંકપધ્ધતિ સાથે જોડાયેલું  માપ બહુલક ગણી શકાય .

  • ઉદાહરણ :
   -  બસનો  રુટ  નંબર 
   - ક્રિકેટ માં ખેલાડીને અપાતા નંબર 

2. ક્રમાંક માપપધ્ધતિ

  • આ માપપધ્ધતિ માં અંકોના ક્રમનું મહત્વ છે ,તેથી ક્રમ  અનુસાર તેના સ્થાન અંગે સરખામણી કરી શકાય .
  • આ માપપધ્ધતિમાં ક્રમાંકો પર કોઈ પણ બૈજિક પ્રક્રિયા થઈ  શકતી નથી.
  •  આ માપપધ્ધતિ સાથે  જોડાયેલું માપ મધ્યસ્થ છે.

    ઉદાહરણ :
     -  સ્પર્ધામાં અપાતો ક્રમ 
     -  પરીક્ષા માં  પ્રાપ્ત કરેલ ગુણને આધારે                      અપાતા ક્રમાંક. 

3. અંતર અંક  માપપધ્ધતિ

  •    દરેક  એકમ વચ્ચે  સરખું અંતર રહે તે રીતે  અંક આપવામાં આવે  છે , આવી માપપધ્ધતિને અંતર અંક માપપધ્ધતિ કહે છે .
  •  આ પધ્ધતિમાં અંતર- અંકોના  સરવાળા - બાદબાકી  થઈ  શકે છે.ગુણાકાર - ભાગાકાર થઈ શકતા નથી.
  • આ પધ્ધતિ  શિક્ષણમાં અને ખાસ કરીને મૂલ્યાંકનમાં  ઉપયોગી બને  છે.
  •  આ માપ સાથે જોડાયેલું માપ મધ્યક છે.

   ઉદાહરણ :
  - બુદ્ધિ કસોટીમાં  અપાતા વય પ્રાપ્તાંકો
  - પ્રમાણભૂત પ્રાપ્તાંકો

4. ગુણોત્તર  માપપધ્ધતિ

  •   માપને સમાન એકમોમાં દર્શાવવામાં આવે અને નિરપેક્ષ શૂન્યથી શરૂ કરવામાં આવે ત્યારે તે ગુણોત્તર અંક માપપધ્ધતિ બને છે.
  •   આ પધ્ધતિમાં સરવાળા,  બાદબાકી,  ગુણાકાર, ભાગાકાર  જેવી  પ્રક્રિયાઓ થઈ  શકે  છે. 
  •   ભૌતિક  વિજ્ઞાનમાં ગુણોત્તર  અંક માપપધ્ધતિ વપરાય  છે.
  •  સૌથી  વધુ  ચોકસાઈથી માપન થઇ  શકે છે.


Monday, 26 July 2021

નવીનતાને ન ઠુકરાવો

                આપણે શ્ર્વાસ લઇને છોડી દઇએ છીએ,એક વાર લીધેલો શ્ર્વાસ ફરીથી નથી લેતાં. પ્રત્યેક પળે આપણે નવો શ્ર્વાસ લઇએ છીએ, છતાં આપણે નવીનતાને સતત શંકાથી જોઈએ છીએ. ચીનમાં એક કહેવત છે કે એક નદીમાં બે વાર નથી નાહી શકાતું .આ કહેવત ન સમજી શકનાર માણસ તરત બોલી ઉઠે, આવું તો કંઈ હોતું હશે,હું તમને નાહીને બતાવું. ત્યારે આપણે તેમને કહેવું પડે કે ભાઇ તમે જે પાણીમાં નાહ્યા એ પાણી તો ક્યારનું પ્રવાહમાં આગળ ધપી ગયું. ફરીથી જે પાણીથી નહાશો તે પાણી તો આગળથી આવેલું હશે, અલગ હશે. એટલે જ એક નદીમાં બે વાર નથી નાહી શકાતું. 

                    નવીનતાને  એક તક સમજો નવીનતાથી કંઈ  નવું  જાણવા  મળશે નવા અનુભવો  પ્રાપ્ત  થશે. 

Thursday, 2 July 2020

         જીવન કે મોત વિષે  કયાં,  કશો કંઈ ,
         અર્થ  બાકી છે.
         ઘણી  વિતી ,રહી  થોડી, છતાં યે,
         મર્મ  બાકી છે.

         જમાનો  કેટલો સારો ,
         બધું  સમજાવતો  રહે છે  !
         દિવા  જેવું  બતાવે લો , કહો  કયાં ,
         શરમ  બાકી છે  !

        સદા  તૂટયાં  કરે છે  આમ તો
        શ્રધ્ધાની દીવાલો  .
        સતત મંદિરની  ભીંતો  કહે  છે  ,
        ધર્મ  બાકી છે.

        જુએ છે  કોક ઊંચેથી  , હસી  ખંધુ ,
        કહી બંધુ ,
        ફળોની આશ શું  રાખે  ,
        હજી  તો  , કર્મ  બાકી  છે  .

Sunday, 28 June 2020

કોરોના વાઇરસ  પછી લોકોની જીંદગી જ                                                         બદલાય ગઇ છે
       
            લોકો પાસે પહેલાં પોતાના પરિવાર                                              માટે   સમય ના રહેતો
         આજે પોતાના પરિવાર સાથે મળીને                 વિવિધ રમતો રમે છે અને ઘરનું કામ પણ કરે છે                                 
         લોકો ને પોતાનામાં રહેલી સુષુપ્ત                                             શકિતઓનો ખ્યાલ ન હતો
        એ જ માનવી આજે રસોઇ , પેઈન્ટીંગ  ,                                    કાવ્ય  રચતો  થયો  છે
     
       શાળાના વિદ્યાથીઓ શાળા માં જઇને જ                                                 શિક્ષણ મેળવતાં
        આજે વિદ્યાથીઓ ઓનલાઈન શિક્ષણ                                                મેળવતાં થયાં છે
     
       ઉનાળાના વેકેશનમાં દર વર્ષ બહાર                                                  ફરવા જતાં લોકો
        આજે  ઘરમાં જ સમય પસાર કરી રહ્યા છે
 
 જેમને રેસ્ટોરન્ટ નું ખાવા વગર ચાલતું નહિ
                એ આજે  ઘરની નીતનવી વાનગીઓનો                                                    લુફત ઉઠાવે છે

    માનવી પશુ - પક્ષી ઓને તો નિહાળવાનું ભૂલી                                    જ ગયો હતો
     આજે પક્ષીઓનો મધુર અવાજ અને કુદરતની                            કળા ઓને માણતો થયો છે

         કોરોના વાઇરસ પછી લોકોની જીંદગી જ                                     બદલાય ગઇ છે

Tuesday, 3 March 2020

કોમર્સની ઓળખ

    કોમર્સના  વિદ્યાથીઓ છીએ,
       હિસાબો પર ધ્યાન આપીએ છીએ ,
આખી જિંદગી ઉધાર - જમા કરીએ છીએ
   આમનોંધ , પાકું  સરવૈયું   બનાવીએ છીએ,
ફૂટપટ્ટી વગર જ ખાતા બનાવીએ છીએ
  ખિસ્સામાં ભલે પૈસા ન હોય
         પણ કરોડોના હિસાબો રાખીએ છીએ
લોકો બેન્કમાં પૈસા જમા કરાવવા જાય છે
    કોમર્સના વિદ્યાથી ઓ  નોટ માં પૈસાને જમા -           ઉધાર કરતાં જાય છે
નાદારી આ દુનિયા શું સમજે
      એ તો કોમર્સસના વિદ્યાથી ઓ  જ સમજે
કોમર્સના વિદ્યાથીઓ loyalty ના જાણે
      જાણીએ ફક્ત liability છીએ
આખી જિંદગી હિસાબો કરવામાં નિકડી જાય છે
કઇ રીતે ફાયદો થાય છે
      કોઇને એક પેન આપીને પણ કહીએ છીએ
        મારી મિલકત તારી પાસે છે
કોઈ પણ વ્યવહાર થાય તેની આમનોંધ થઈ જાય છે
       પાકા સરવૈયું નો સરવાળો ન આવે તો જાણે
        દુનિયા લૂટાંઇ ગઇ એવું લાગે છે
    કોમર્સના વિદ્યાર્થીઓ છીએ
               હિસાબો પર ધ્યાન આપીએ છીએ