માપપધ્ધતિ
અર્થ :
વસ્તુ કે ઘટનાના ઓળખ ,ક્રમ, કે માપ દર્શાવવા અંકોની જે શ્રેણી વપરાય છે તેને માપપધ્ધતિ કહે છે.
માપપધ્ધતિઓના પ્રકાર :
1. ઓળખઅંક માપપધ્ધતિ
2. ક્રમાંક માપપધ્ધતિ
3. અંતર અંક માપપધ્ધતિ
4. ગુણોત્તર માપપધ્ધતિ
1. ઓળખઅંક :
- જયારે ઓળખવાના હેતુથી વ્યક્તિ કે વસ્તુ ને અંકો આપવામાં આવે ત્યારે તે અંકને ઓળખ અંક કહે છે.
- આ અંકો દ્વારા વ્યક્તિ કે વસ્તુની ઓળખ થઈ શકે છે.
- આવા અંકો ગમે તે રીતે બને તથા ગમે ત્યાંથી શરૂ કરીને આપી શકાય છે.
- આ અંકો પર કોઈ પણ જાતની બૈજિક કે ગાણિતિક પ્રક્રિયા થઇ શકતી નથી.
- આ અંકપધ્ધતિ સાથે જોડાયેલું માપ બહુલક ગણી શકાય .
- ઉદાહરણ :
- બસનો રુટ નંબર
- ક્રિકેટ માં ખેલાડીને અપાતા નંબર
2. ક્રમાંક માપપધ્ધતિ
- આ માપપધ્ધતિ માં અંકોના ક્રમનું મહત્વ છે ,તેથી ક્રમ અનુસાર તેના સ્થાન અંગે સરખામણી કરી શકાય .
- આ માપપધ્ધતિમાં ક્રમાંકો પર કોઈ પણ બૈજિક પ્રક્રિયા થઈ શકતી નથી.
- આ માપપધ્ધતિ સાથે જોડાયેલું માપ મધ્યસ્થ છે.
ઉદાહરણ :
- સ્પર્ધામાં અપાતો ક્રમ
- પરીક્ષા માં પ્રાપ્ત કરેલ ગુણને આધારે અપાતા ક્રમાંક.
3. અંતર અંક માપપધ્ધતિ
- દરેક એકમ વચ્ચે સરખું અંતર રહે તે રીતે અંક આપવામાં આવે છે , આવી માપપધ્ધતિને અંતર અંક માપપધ્ધતિ કહે છે .
- આ પધ્ધતિમાં અંતર- અંકોના સરવાળા - બાદબાકી થઈ શકે છે.ગુણાકાર - ભાગાકાર થઈ શકતા નથી.
- આ પધ્ધતિ શિક્ષણમાં અને ખાસ કરીને મૂલ્યાંકનમાં ઉપયોગી બને છે.
- આ માપ સાથે જોડાયેલું માપ મધ્યક છે.
ઉદાહરણ :
- બુદ્ધિ કસોટીમાં અપાતા વય પ્રાપ્તાંકો
- પ્રમાણભૂત પ્રાપ્તાંકો
4. ગુણોત્તર માપપધ્ધતિ
- માપને સમાન એકમોમાં દર્શાવવામાં આવે અને નિરપેક્ષ શૂન્યથી શરૂ કરવામાં આવે ત્યારે તે ગુણોત્તર અંક માપપધ્ધતિ બને છે.
- આ પધ્ધતિમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી પ્રક્રિયાઓ થઈ શકે છે.
- ભૌતિક વિજ્ઞાનમાં ગુણોત્તર અંક માપપધ્ધતિ વપરાય છે.
- સૌથી વધુ ચોકસાઈથી માપન થઇ શકે છે.
No comments:
Post a Comment