અભ્યાસક્રમનો શાબ્દિક અર્થ :
અભ્યાસક્રમને અંગ્રેજીમાં Curriculum કહેવામાં આવે છે. લેટિન ભાષાના Currere પરથી ઊતરી આવ્યો છે.
• દોડની સ્પર્ધાનો માર્ગ
વ્યાપક અર્થ :
શાળામાં કે શાળા બહાર પોતાના સર્વાંગી વિકાસ માટે વિધાથીઓ પોતાના રસ ,રુચિ અને યોગ્યતા અનુસાર જે કંઈ પણ કરે અને તેના દ્વારા શૈક્ષણિક અનુભવો પ્રાપ્ત કરે છે તેને અભ્યાસક્રમ કહેવાય છે.
વ્યાખ્યા :
ફોબેલ ના મતે
" માનવજાતિના ઉત્તમ અનુભવોનું સ્મારક એટલે અભ્યાસક્રમ ".
રોબર્ટ યુલિચ
" અભ્યાસક્રમરુપી દોડના માર્ગ પર
દોડીને શિક્ષક - વિદ્યાર્થી નિશ્ચિત શૈક્ષણિક ઉદ્દેશો સિધ્ધ કરે છે.
Blond's Encyclopedia 1969 ના મતે
Curriculum is all the experience a pupol has under the guidance of the school.
ક્રો & ક્રો ના મતે
અધ્યેતા શાળા તેમજ શાળા બહારના અનુભવો તેમજ તેના માનસિક , શાલિરીક,સાંવેગિક ,સામાજિક, આધ્યાત્મિક અને નૈતિક વિકાસ માટે અનુભવમાં આવતા વિષયવસ્તુ તેમજ પાઠયપુસ્તકો અન્ય અધ્યયનની સાધના દ્વારા પ્રાપ્ત થતા અધ્યયન અનુભવોનો પણ સમાવેશ થાય.
અભ્યાસક્રમ ની સંકલ્પના :
1. પરંપરાગત કે પ્રણાણિકાગત અભ્યાસક્રમ
પરંપરાગત અભ્યાસક્રમ એ માત્ર વિષયોની સૂચિ એવો અર્થ કરે છેે.
2. આધુનિક સંકલ્પના આધારિત અભ્યાસક્રમ
આધુનિક સંકલ્પના પ્રમાણે શૈક્ષણિક ધ્યેયો પ્રાપ્ત કરવાંં માાટે શાાળા અને શિક્ષકની રાહબારી હેઠળ જે કંઇ અનુુુુભવો બાળકને વર્ગખંડમાં તેમ જ વર્ગખંડ ની બહાર આપવામાં આવે છે તેે બધાં નો સમાવેશ કરવામાં આવે છે.
અભ્યાસક્રમ ના હેતુઓ :
અભ્યાસક્રમ ના હેતુઓ પણ સ્પષ્ટ હોવા જોઇએ કારણ કે હેતુઓના સંદર્ભમાં જ અભ્યાસક્રમનું મૂલ્યાંકન શકય બને છે.
1. ચોકકસ વિષયવસ્તુ ને અનુસરીને રચેલ હોય
2. સ્પષ્ટ અને તાર્કિક હોય
3. હેતુઓમાં ક્રમિકતા હોય
4. માનવસજઁન , માનવ વ્યક્તિત્વ ઘડતરનો
5. વિષયવસ્તુ ને ધ્યાનમાં રાખીને નિર્ધારણ કરવું
6. ધ્યેય સાર્થકતા સિધ્ધ કરે છે.
7. વિષયો અને જીવનનું સુગ્રથન
8. લોકશાહી મૂલ્યોનો વિકાસ
9. વિદ્યાર્થીની જરૂરીયાતોનો સંતોષ
10. વિદ્યાશાખાઓ વચ્ચે સંવાદિતતા
અભ્યાસક્રમ ના પ્રકારો :
1. વિષયવસ્તુ અભ્યાસક્રમ
અભ્યાસક્રમની પરંપરાગત
તરાહ પ્રમાણે અભ્યાસક્રમ એટલે વિષયોનો જથ્થો .વિધાથીઓની પરિપક્વતાના આધારે વિષયની જટિલતા અને તેના કદને સાદુ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
ઉદાહરણ :
હાલમાં સંસ્કૃત વિષયનું મહત્વ ઘટયું છે, એના સ્થાને બીજા વિષયો ઉમેરાયા છે. જેમકે ICT
2 . હેતુલક્ષી અભ્યાસક્રમ :
હેતુલક્ષી અભ્યાસક્રમ બી.એસ.બ્લૂમ એ આપેલ હેતુઓના વર્ગીકરણ પર આધારિત છે.એમના મતે શિક્ષણ એ ત્રિ- ધુવીય પ્રક્રિયા છે.શિક્ષક અને મૂલ્યાંકન બંને હેતુ આધારિત હોવો જોઈએ.