Thursday, 29 August 2019

અધ્યયન

અધ્યયન:
  

  • પ્રસ્તાવના:
જે અધ્યયન બંધ કરી દે છે તે
વૃદ્ધ અને જૂનવાણી છે
ભલે તે વીસ વર્ષ નો હોય
સતત શીખનાર હંમેશા યુવાન રહે છે.
  • વ્યકિત જયારથી જન્મે છે ત્યારથી મૃત્યુ સુધી તે સતત શીખતો જ રહે છે. વર્તનમાં પરિવર્તનના લીધે તે સતત અધ્યયન કરે છે.
  • અર્થ :

    અધ્યયન એટલે શીખવું.
    અનુભવના પરિણામે વર્તનમાં સામાન્ય રીતે સ્થિર સ્વરૂપના પરિવર્તનને શીખવું કહેવાય.
    અધ્યયન ને કારણે વ્યકિત પોતાનો તો વિકાસ સાધે છે પરંતુ સાથોસાથ સમાજ અને સંસ્કૃતિનો પણ વિકાસ થાય છે.
    વ્યાખ્યા :
    • અધ્યયન એ એવી પ્રકિયા છે કે જેમાં વ્યકિત પોતાના પ્રતિચારો નવી આદતો સાથે સુગ્રથિત કરે છે.
    -ગીરીટ
    • ટેવો , જ્ઞાન , વલણોનું સંપાદન એટલે અધ્યયન.
    • મહાવરાના પરિણામે વર્તન માં થતુ પરિવર્તન. – આર.એ. ચેમ્પિયન
    • અનુભવ અને તાલીમના પરિણામે વર્તનમાં થતું પરિવર્તન.

    • અધ્યયન ને અસર કરતા પરિબળો :
    1. અધ્યેતા સંબંધી પરિબળો 
    2. શિક્ષક /અધ્યાપક સંબંધી પરિબળો 
    3. પ્રક્રિયા સંબંધી પરિબળો 
    4. વિષયવસ્તુ સંબંધી પરિબળો    

    1. શિક્ષક/અધ્યાપક સંબંધી પરિબળો                           આદર્શ શિક્ષક  એટલે ,                                                  આશાને જગાડે     ,                                                 સર્જનાત્મકતાને પ્રકાશિત કરે અને        અધ્યયન માટે પ્રેમ સફૂરિત કરે. "                                                                                                           1.બૌધિક  ક્ષમતા :                                                            બૌદ્ધિક ક્ષમતા ને મુુુુખ્ય ત્રણ વગૉ માં વહેંચી શકાય :ઉચ્ચ  કક્ષાા ની બુદ્ધિ ક્ષમતા ધરાવતો શિક્ષક નવી -નવી પધ્ધતિઓ અને પ્રયુક્તિઓ થી વિદ્યાથીઓને શિક્ષણ આપશે .                                              મધ્યમ બુુદ્ધિ કક્ષા માં શિક્ષક પોતાનાથી બનતા પ્ર્ર્ર્રયાસો કરશે અને તેની ક્ષમતા પ્રમાણે વિદ્યાથીઓનેપ્રવૃતિઓ કરાવશે.                                            નિમ્ન બુદ્ધિ કક્ષા માં શિક્ષક જે જૂની પ્રણાલી ઓ ચાલતી આવે છે તે અનુસાર જ શિક્ષણ આપશે.                                                                                                                                       

    2. શૈક્ષણિક યોગ્યતા :

    જો અધ્યાપક જે તે વિષયમાં સ્નાતક ને બદલે અનુસ્નાતક થયેલ હોય તો તેનાં તે વિષયનું જ્ઞાન વધુ વ્યાપક, ઉંડાણપૂર્વક અને વૈવિધ્યસભર જ્ઞાન આપી શકે છે .

    અધ્યાપકે જો વધારે શિક્ષણ પ્રાપ્ત કયુઁ હશે તો તેની પાસે અનુભવ વધુ હશે અને જેથી તે વિદ્યાથીઓને રસપૂર્વક અધ્યયન કરાવી શકે છે . ઉદાહરણ : Graduation ,post gratuation M.Phil , ph.d.

    3.વ્યવસાયિક સજ્જતા :

    શિક્ષક વ્યવસાયિક રીતે સજ્જ હોવો જોઈએ. શિક્ષક પોતાના વિષયવસ્તુ નુ જ્ઞાન ધરાવતો હોય તો જ તે વિદ્યાથીઓને પણ વધુ માહિતી આપી શકે છે .

    અધ્યાપક ને બીજા વિષયો સાથે અનુબંધ બાંધતા પણ આવડવું જોઈએ. શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરીને શિક્ષણકાર્ય કરાવવું જોઇએ. વિવિધ શિક્ષણ પધ્ધતિઓ જાણતા હોવુ જોઈએ જેથી તે અસરકારક રીતે શિક્ષણકાર્ય કરાવી શકે.

    4.વર્ગ વ્યવહાર :

    તાસ દરમિયાન શિક્ષક અને વિદ્યાથી વચ્ચે થતો શાબિદક વ્યવહાર એટલે વર્ગ વ્યવહાર.

    નેડ ફલેનડસે વર્ગ વ્યવહારના દસ ઘટકો જણાવ્યા છે .પરોક્ષ અસર જન્માવતા વર્ગ વ્યવહારના ઘટકો જેવા કે લાગણીનો સ્વીકાર, પ્રૉતસાહન/વખાણ, વિચારોનો સ્વીકાર ,પ્રશ્ન પૂછવા વગેરેનો વધુ ઉપયોગ થાય છે. જ્યારે વ્યાખ્યાન ,સૂચના આપવી, ટીકા કરવી જેવા ઘટકો પ્રતયક્ષ અસર પેદા કરતાં ઘટકોનો ઉપયોગ કરનાર અધ્યાપકનુ અધયાપન કાર્ય સાર્થક બનતું નથી.


    5. રજૂઆતની શૈલી

    કહેવાય છે કે "જેવું શીલ તેવી શૈલી ". જેવાં અધ્યાપક તેવી અધ્યાપન ની શૈલી. કેટલાંક અધ્યાપકો શીખવવાના વિષયવસ્તુને ઉદાહરણ, સાધનો વગેરે દ્વારા પોતાના અધયાપન કાર્યને રસપ્રદ બનાવે છે.

    6.માનસિક સ્વાસ્થય:

                          શિક્ષક ના માનસિક સ્વાસ્થ્યની સીધી અસર વિદ્યાથીઓ પર પડતી હોય છે .
    ઉદાહરણ :
    શિક્ષક ના ઘરના પ્રોબ્લેમ હોય અને શાળામાં આવીને વિદ્યાથી ઓ પર ગુસ્સો કરે.

    7.શારીરીક સ્વસ્થતા :

                      એક શિક્ષક શારીરિક રીતે પણ સ્વસ્થ હોવો જોઈએ. જો એ શારીરીક સ્વસ્થતા ધરાવતો ન હોય તો વિદ્યાથીઓને સારું શિક્ષણ કાર્ય કરાવી શકતો નથી.
    ઉદાહરણ :
    • શિક્ષક બિમાર હોય
    • શિક્ષક અપંગ હોય
    • 8.અધ્યાપન ની પધ્ધતિઓ :

      શિક્ષક જુદી-જુદી પધ્ધતિએ શિક્ષણ કાર્ય કરાવતો હોવો જોઈએ. અધ્યાપન જુદી -જુદી પધ્ધતિએ કરાવવામાં આવે તો વિદ્યાથીઓને કંઈ નવું શીખવા માટે પ્રેરાય છે.
      ઉદાહરણ : પ્ર્રોજેકટ પધ્ધતિ
        નિરીક્ષણ પધ્ધતિ
          સ્વાધ્યાય પધ્ધતિ
            જૂથ ચર્ચા પધ્ધતિ

            9.કૌશલ્ય પર પ્રભુત્વ :

            જે વિષયનો શિક્ષક હોય તેને પોતાના વિષય પર પ્રભુત્વ હોવું ખુબ જ જરૂરી છે. વિષય પર પોતાની પકડ હોય તો જ શિક્ષણ કાર્ય ને રસપ્રદ બનાવી શકાય છે.
            વિદ્યાથીઓને નવું જ્ઞાન આપી શકાય છે. તેમની ક્ષમતા અનુસાર તેમના પરથી કામ લઇ શકાય છે. આથી શિક્ષક નું પોતાના વિષય પર પ્રભુત્વ હોવું જરૂરી છે.

            10.વ્યવસાયિક વલણ :

            કોઇ વિચાર, પદાર્થ કે વ્યવસાય તરફની વ્યકિતની ગમાણ -અણગમાની લાગણી એટલે વ્યકિતનું વલણ. શિક્ષક ના વ્યવસાય તરફ હકારાત્મક વલણ ધરાવતો અધ્યાપક જરૂરી પૂર્વતૈયારી કરી વર્ગશિક્ષણ પધ્ધતિસર અને રસપૂર્વક કરે છે.