આપણે શ્ર્વાસ લઇને છોડી દઇએ છીએ,એક વાર લીધેલો શ્ર્વાસ ફરીથી નથી લેતાં. પ્રત્યેક પળે આપણે નવો શ્ર્વાસ લઇએ છીએ, છતાં આપણે નવીનતાને સતત શંકાથી જોઈએ છીએ. ચીનમાં એક કહેવત છે કે એક નદીમાં બે વાર નથી નાહી શકાતું .આ કહેવત ન સમજી શકનાર માણસ તરત બોલી ઉઠે, આવું તો કંઈ હોતું હશે,હું તમને નાહીને બતાવું. ત્યારે આપણે તેમને કહેવું પડે કે ભાઇ તમે જે પાણીમાં નાહ્યા એ પાણી તો ક્યારનું પ્રવાહમાં આગળ ધપી ગયું. ફરીથી જે પાણીથી નહાશો તે પાણી તો આગળથી આવેલું હશે, અલગ હશે. એટલે જ એક નદીમાં બે વાર નથી નાહી શકાતું.
નવીનતાને એક તક સમજો નવીનતાથી કંઈ નવું જાણવા મળશે નવા અનુભવો પ્રાપ્ત થશે.
No comments:
Post a Comment