જીવન કે મોત વિષે કયાં, કશો કંઈ ,
અર્થ બાકી છે.
ઘણી વિતી ,રહી થોડી, છતાં યે,
મર્મ બાકી છે.
જમાનો કેટલો સારો ,
બધું સમજાવતો રહે છે !
દિવા જેવું બતાવે લો , કહો કયાં ,
શરમ બાકી છે !
સદા તૂટયાં કરે છે આમ તો
શ્રધ્ધાની દીવાલો .
સતત મંદિરની ભીંતો કહે છે ,
ધર્મ બાકી છે.
જુએ છે કોક ઊંચેથી , હસી ખંધુ ,
કહી બંધુ ,
ફળોની આશ શું રાખે ,
હજી તો , કર્મ બાકી છે .
અર્થ બાકી છે.
ઘણી વિતી ,રહી થોડી, છતાં યે,
મર્મ બાકી છે.
જમાનો કેટલો સારો ,
બધું સમજાવતો રહે છે !
દિવા જેવું બતાવે લો , કહો કયાં ,
શરમ બાકી છે !
સદા તૂટયાં કરે છે આમ તો
શ્રધ્ધાની દીવાલો .
સતત મંદિરની ભીંતો કહે છે ,
ધર્મ બાકી છે.
જુએ છે કોક ઊંચેથી , હસી ખંધુ ,
કહી બંધુ ,
ફળોની આશ શું રાખે ,
હજી તો , કર્મ બાકી છે .
No comments:
Post a Comment